ભણતર માટે શ્રેષ્ઠ વિકલ્પો


બોર્ડની પરીક્ષાનું   વર્ષ  મોટેભાગે તણાવપૂર્ણ  વર્ષ બનતું હોય છેપુસ્તકોના ઢગલા અને અભ્યાસક્રમના બોજ  સાથે, વિદ્યાર્થી ખુબ ચિંતિત થઈ જાય છે, પણ આવો બોજથી ગભરાયા વગર તેનો ઉપાય શોધવો જરૂરી બને છે.

સમસ્યાના ઉકેલ માટે તમે વિવિધ શૈક્ષણિક સાધનોની મદદ લઈ શકો છો. અને સિવાય અહીં કેટલાક પાયો (આઇડિયા) છે જે તમને ચોક્કસ મદદ કરશે.

નોધો – બોર્ડના વર્ષમાં અને એ પણ પરિક્ષાના સમયમાં જ્યારે તમારી પાસે સમય ઓછો હોય ત્યારે વર્ષ દરમિયાન બનાવેલી નોધ તમને ઉપયોગી થઈ શકે છે. કારણ કે, પરીક્ષા સમયે ધણા બધા વિષયોની તૈયારી કરવાની હોય છે. જે તમને તણાવગ્રસ્ત બનાવી મૂકે છે. આથી જ વર્ષ દરમિયાન જ્યારે કોઈ પણ ટોપીક કે પ્રકરણનો અભ્યાસ કરો ત્યારે નોધ બનાવો. સમગ્ર પ્રકારણોનો અભ્યાસ વધુ સમય માંગે છે, અને ગૂંચવણ પેદા થાય છે. આ સમયે તમારી જાતે બનાવેલી નોધપોથી તમને ખૂબ ઉપયોગી થશે. ઓછા સમયમાં વધુ વિષયોને આવરી લઈ શકાશે. આ ઉપરાંત વર્ષ દરમિયાન અભ્યાસ કરતી વખતે હાઇલાઇટર હમેશાં પાસે રાખો. જરૂરી કે અગત્યના મુદ્દાઓ હાઇલાઇટ કરતાં રહો. મહત્વના મુદ્દા, સૂત્રો, પ્રમેય, રચના, વગેરેની સાથે સાથે તમને જે ખાસ લાગે તેવી બાબતો હાઇલાઇટ કરવાની આદત શરૂઆતથી જ પાડો.

Online–material - આધુનિક યુગમાં અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ કરાવતા અલગ અલગ શૈક્ષણિક વિકલ્પો છે. હવે અભ્યાસ -લર્નિંગ (Online-Study) ના આગમનથી વધુ સરળ બની ગયો છે તો સહાયનો ભરપુર ઉપયોગ કરો. જે પુસ્તકના પ્રશ્નોના સુમેળભર્યા ઉકેલોની સાથે-સાથે વિશેષ જ્ઞાન પણ પ્રદાન કરે છે. જો તમે કોઈ એક પ્રશ્નમાં અટવાઇ ગયાં હોવ તો તમને પ્રશ્નની સમજૂતી અને ઉકેલ માટે ઉપયોગી બને છે. જીવવિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન અને ગણિત જેવા વિષયો માટે સરળતાથી ઉપલબ્ધ સામગ્રી ઉપરાંત કેટલાક પૉર્ટલ છે. જે ધોરણ 11 જીવવિજ્ઞાન માટે GSEB જેવા વિષયની સામગ્રી પ્રદાન કરે છે.

વિડિયોઝ  - યુ ટ્યુબ અને ઘણી -લર્નિંગ વેબસાઇટ્સ પાસે વિવિધ વિષયો વિશે એનિમેટેડ અથવા વિસ્તૃત માહિતી વાળા  વીડિયો છે. વિડિઓઝ જટિલ વસ્તુઓ શીખવા માટેની  એક મનોરંજક રીત છે કેટલાક વિડિઓઝમાં પ્રખ્યાત સન્સ્થોના ના નિષ્ણાત  પ્રોફેસરો તરફથી પ્રવચનો પણ છે તેઓ મોટે ભાગે મફત છે  અથવા ઓછી કિમતમાં મળી શકે છે.

નેમોનિક્સ  કોઈ પણ વિષય ઝડપથી સમજવામાટે નેમોનિક્સ શ્રેષ્ઠ માર્ગ છે.. નેમોનિક્સ એટલે કાવ્યત્મ્ક સૂત્રો. આનો રીટેન્શન રેટ ખૂબ યાદ કરો આપણે પ્રાથમિક કક્ષાએ સુરયપ્રકાશના રંગોને યાદ રાખવા જાનીવાલીપીનારા એવું સૂત્ર યાદ રાખતા. આ સૂત્રથી સાતેય રંગોના નામ અને ક્રમ હજુ ય તમને યાદ હશે.. આવા નેમોનિક્સને લાંબા સમય સુધી યાદ રાખી શકાય છે.  જેના આધારે તમારી યાદગીરીમાં માહિતીને અનન્ય રીતે યાદ રાખવામાં તે મદદ કરે છે. જુદા જુદા વિષયો માટે અમુક નેમોનિક્સની તપાસ કરવાનો પ્રયાસ કરો, જેમ કે પિરિયોડિક ટેબલના જુદા જુદા વર્ગો માટે, , ત્રિકોણમિતિ સૂત્રો  વગેરે માટે નેમોનિક્સ બનાવી. તેમને એક સ્ટીકી નોંધ પર લખો અને તેને પેસ્ટ કરો જ્યાં તમે તેમને દૈનિક ધોરણે જોઈ શકો છો.

ચાર્ટ શીટ – બજારમાં કેટલાક ચોક્કસ પુસ્તકો અને વેબસાઇટ્સ છે જે સંપૂર્ણ પ્રકરણને ખૂબ ઓછી સામગ્રીમાં સારાંશ સ્વરૂપે આપે છે. તેઓ તમને મહત્વના મુદ્દાઓ જેમ કે તફાવતો, પ્રમેયો, સૂત્રો, જટિલ પ્રતિક્રિયાઓ, વિવિધ પ્રક્રિયાઓ માટે એક ફ્લોચાર્ટ વગેરે પ્રદાન કરે છે. જે સમગ્ર અભ્યાસની સાથે  સાથે, તમે જે  પુસ્તક અથવા પુસ્તકનો કોઈ ભાગ  ભૂલી ગયા છો તે ચાર્ટથી તમે યાદ કરી શકશો . સારી નોંધ બનાવવા માટે તમે આ અને આવા અન્ય સ્રોતનો શ્રેષ્ઠ ઉપયોગ  કરી શકો છો.

Comments

  1. for NEET: very good and neat explanation,it is really easy for us to understand it

    ReplyDelete

Post a Comment