સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારી


ધોરણ 12 એ વિદ્યાર્થીઓ માટે આગામી અભ્યાસ અને તેને આધારે જીવન ધડતર માટે અગત્યનું વર્ષ હોય છે. આ વર્ષે બાળકે શાળાનું શિક્ષણ પૂરું કરી, બોર્ડ પરીક્ષા દ્વારા પોતાની કાબેલિયત સ્થાપિત કરી આગળ અભ્યાસ માટે ઇચ્છિત સંસ્થા અને ક્ષેત્રમાં પ્રવેશ મેળવવાનો હોય છે. અગાઉના વર્ષોમાં બોર્ડ પરિક્ષાના ગુણાંક આધારે આગળ પ્રવેશ ફાળવવામાં આવતો. હવે સમય સાથે સ્પર્ધા વધી છે, ઉચ્ચ શિક્ષણની માંગ અને તેના પ્રમાણમાં સ્પર્ધા વધી છે. ઉપરાંત, હવે પ્રવેશ માટે જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે જેના મેરીટ આધારે પ્રવેશ મળે છે. આમ, સ્વાભાવિક રીતે જ પ્રવેશ પરીક્ષાઓનું અગતિ ખૂબ વધી જાય છે. આપણે સારા પરિણામ માટે અગાઉથી તૈયારી કરવી જરૂરી બની જાય છે.

પસંદગીના ક્ષેત્રની પૂર્વ જાણકારી - ધોરણ 12 બાદ કયા ક્ષેત્રમાં આપ અભ્યાસ કરવા માંગો છો તેની સામાની રીતે ધોરણ 10 ના પરિણામ બાદ પસંદગી કરી લેવી જોઈએ. આનાથી  ધોરણ 11 – 12 માં કયા વિષયો રાખવા તે નક્કી કરવામાં અને સાથે સાથે કયી સ્પર્ધાત્મક પરીક્ષા આધારે તમે પ્રવેશ મેળવવાના છો તે પણ નક્કી કરવામાં સહાયક થશે. જેમ કે, NEET, JEE, GUJCET, જેવી પરીક્ષા માટે લાંબા ગાળાની તૈયારી જરૂરી છે. જે તમે ધોરણ 11 અને 12 ની સાથે તૈયારી કરી શકો છો.

સ્પર્ધાત્મક પરીક્ષા અંગે પૂર્વ માર્ગદર્શન - દરેક પરીક્ષાનું ફોર્મેટ અલગ અલગ હોવા સાથે વિષય અને ટોપીક અનુસાર ગુણભાર પણ અલગ અલગ હોય છે. કયી પરીક્ષામાં 1 ગુણના કે કયી પરીક્ષામાં વધુ ગુણના પ્રશ્નો પુછાય છે તેની પૂર્વ જાણકારી તમને તૈયારી કરવામાં સહાયક થશે. બોર્ડ પરીક્ષાનું માળખું અને સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું અલગ અલગ હોવાથી અને જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું માળખું પણ જુદું હોવાથી આ જાણકારી સહાયક સાબિત થશે.

અભ્યાસ દરમિયાન નોધબૂક બનાવવી -  ધોરણ 11 અને 12 ના અભ્યાસક્રમ આધારે જ સ્પર્ધાત્મક પરિક્ષાનો અભ્યાસક્રમ ગોઠવાયેલો હોય છે. પરંતુ દરેક પરીક્ષામાં ટોપીક મુજબ ગુણભાર અલગ અલગ હોય છે. આથી અભ્યાસ દરમિયાન આપણે જાણકારી હોય તો જ તે પરીક્ષા માટે તમે નોધ બનાવી શકો છો જે તમને બોર્ડ પરીક્ષા પછી ટૂંકા સમયમાં સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરવામાં સહાયક થશે. પોતાની જાતે બનાવેલી નોધ વિધ્યાર્થી માટે ખૂબ સહજતાથી સમજીને યાદ રાખવામા ઉપયોગી છે. કોઈ પણ બુક અથવા તૈયારી માટેના સાહિત્ય કરતાં તમારી જાતે બનાવેલી નોધ તમને વધુ ઉપયોગી થશે.

સતત ટેસ્ટ આપતા રહેવું - અભ્યાસના સમય દરમિયાન દરેક પ્રકારના સ્પર્ધાત્મક પરિક્ષાને લગતા પ્રશ્નોની સતત ટેસ્ટ આપતા રહો. આથી તમારી જાણકારી તાજી રહેશે. અહી એ વાત ખાસ સમજવા જેવી છે કે, ધોરણ 11 માં અભ્યાસ કરેલા મુદ્દા ધોરણ 12 ના અભ્યાસ પછી પણ પરીક્ષામાં પૂછવાના હોય ત્યારે સતત મહાવરા વિના યાદ ના રાખી શકાય. જો તમારું પૂર્વ આયોજન હોય તો બોર્ડ પરીક્ષા બાદ આપે માત્ર પુનરવલોકન જ કરવાની જરૂર રહેશે. જે થોડા સમયમાં પણ સરળ રહેશે. અન્યથા સ્પર્ધાત્મક પરીક્ષા અગાઉ તમો માનસિક તણાવનો ભોગ બની શકો છો.
Online પદ્ધતિઓ અપનાવો - સામાન્ય રીતે ટેસ્ટ આપવા અને મટિરિયલ મેળવવા ચીલા ચાલુ પદ્ધતિ ઉપરાંત ટેક્નોલોજીનો ઉપયોગ કરો. અનેક લોકો કે કંપનીઓ online સાહિત્ય પૂરું પાડે છે, જે સસ્તું અથવા વિનામુલ્યે ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ કરો. ઇન્ટરનેટ અનિવાર્ય છે. સાથે સાથે શરૂઆતથી જ તેનો મહાવરો કરો. જે તમને જરૂરના સમયે ત્વરિત ઉપયોગમાં આવશે. શાળા કે કોચિંગ ક્લાસ તેમના સમયે કામ કરે છે, ઇન્ટરનેટ તમારા સમયે કામ કરશે. અહી એ વાત ધ્યાન રાખશો કે ઈન્ટરનેટનો યોગ્ય ઉપયોગ જ તમારી મદદ કરશે. અયોગ્ય વપરાશ તમારા અભ્યાસને અવળે રસ્તે લઈ જઇ શકે છે.

આત્મવિશ્વાસ કેળવો - પરીક્ષા સરળતાથી અને તમારી ક્ષમતા મુજબ પાસ કરવા તમારો આત્મવિશ્વાસ ખૂબ જરૂરી છે. સમયસરની તૈયારી તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. ટેન્શન ધટાડશે. તમે શાંતિથી તૈયારી કરી શકશો અને પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શકશો. 

Comments

  1. very good and neat explanation,it is really easy for us to understand it

    ReplyDelete

Post a Comment