એક સ્ત્રી ની ઈચ્છા
વિચારું છું કાલે એક રજા લઉં
થોડીક આળસ ની પણ મજા લઉં
પણ શરુઆત ક્યાંથી કરુ?
છે થોડીક જવાબદારીઓ
એને મૂકું કયાં?
આંખ ખોલુ ને મને પણ
''ચા" હાથ માં મળે
શું મને પણ મારા સપના માં થી
અચાનક જાગવાની મજા મળે?
ટેબલ પર બેસું ને ગરમ નાસ્તો મળે
શું મને પણ
''મીઠું જરા ઓછું છે"
કેહવાનો મોકો મળે?
લંચ ના બનાવાનો બ્રેક મળે
શું મને પણ ખરેખર લંચ બ્રેક
માણવાનો સમય મળે?
કામ કરતી હોઉં ને
મને પણ કોઈ પૂછવા આવે
"ગરમા ગરમ ચા પીશ?''
સાંજનું જમવાનું
કોઈ મને પૂછી ને બનાવે
શું મને પણ મનગમતું
જમવાનો અવસર મળે?
આવી એક રજા મળે
તો શું મને માણવી ગમે?
સાલુ રોજ વિચારું
આજે રજા લઉં....
ને કાલે લઈશ...
ને ફરી કામે લાગી જાઉં...
Comments
Post a Comment